અમેરિકાએ 495 ફ્લાઈટમાં 1.60 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઘરભેગા કર્યા

અમેરિકાએ 495 ફ્લાઈટમાં 1.60 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઘરભેગા કર્યા

અમેરિકાએ 495 ફ્લાઈટમાં 1.60 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઘરભેગા કર્યા

Blog Article

અમેરિકાએ જૂન 2024 પછીથી આશરે 495 ફ્લાઇટ્સમાં ભારત સહિતના આશરે 145 દેશોના આશરે 1.60 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઘરભેગા કર્યા હતા, એમ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)એ જણાવ્યું હતું. અમેરિકાએ 22 ઓક્ટોબરે એક ફ્લાઇટ ભરીને ગેરકાયદે ભારતીયોને પણ ઘરભેગા કર્યા હતા. ભારત સરકારના સહકારમાં આ દેશનિકાલની કાર્યવાહી કરાઈ હતી.

અમેરિકામાં એક સપ્તાહ પછી ચૂંટણી થવાની છે ત્યારે અધિકારીઓએ આ ડેટા જાહેર કર્યો હતો. અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી અને ભારત સરકારના સહયોગમાં 22 ઓક્ટોબરે ચાર્ટર ફ્લાઈટ મારફત અમેરિકમાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પાછા ભારતમાં મોકલી અપાયા હતા.

હોમલેન્ડના ડેપ્યુટી સેક્રેટરી ક્રિસ્ટિને જણાવ્યું કે 2024માં અત્યાર સુધીમાં અમે અમેરિકામાં ગેરકાયદે રહેતાં 145થી વધુ દેશોના 1,60,000 નાગરિકોને 495થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મારફત તેમના દેશ પાછા મોકલી દીધા છે. માનવ તસ્કરીના કેસો પર તપાસ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. જૂન-2024થી આ કાયદાનું કડક અમલ કરાતાં ઘૂસણખોરીના પ્રમાણમાં 55 ટકાનો ઘટાડો થયો છે.ભારત ઉપરાંત અન્ય દેશોએ પણ આ ડિપોર્ટિંગ નીતિમાં સહકાર આપ્યો હતો.

Report this page